• અમદાવાદ મનપાએ શરૂ કરી કામગીરી

  • CNCD ટીમો આજે સક્રિય થઈ
  • પશુમાલિકો વિરુદ્ધમાં ફરિયાદ જેવી કાર્યવાહી શરૂ

અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતા ઢોર પકડી પાડવાની ઝૂંબેશ ગત સપ્ટેમ્બર મહિનાથી ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ મનપાની CNCD ટીમો આજે સક્રિય થઈ છે. જેમાં 22 જેટલી ટીમોએ કાર્યવાહી કરી છે. જે અંતર્ગત આજ સુધીમાં અમદાવાદના રસ્તા પરથી 8271 રખડતા ઢોર પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે પશુ માલિકો વિરુદ્ધ 210 ફરિયાદો નોંધાઈ છે. મનપાની ટીમો દ્વારા 3 શિફ્ટમાં કામગીરી કરીને નવેમ્બર મહિનામાં જ 2408 રખડતા પશુઓને ડબ્બે પૂરવામાં આવ્યા છે. જ્યારે આખા વર્ષ દરમિયાન કુલ 14,026 પશુઓને પકડવા ઉપરાંત 460 જેટલા પશુમાલિકો વિરુદ્ધ ફરિયાદ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

7 ઝોનમાં કાર્યવાહી

આજે શહેરના 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લઇ પશુ રાખવાના સ્થળોની ચકાસણી છારાનગર, મણીનગર, ભુલાભાઈ પાર્ક, મજુરગામ, રામોલ, વાડજ, રાણીપ, ભાર્ગવ રોડ, શીલજ, બોપલ, હેબતપુર, મકરબા, સરખેજ રોજા, નરીમલપુરા, ચિલોડા રોડ, લાંભા, હાટકેશ્વર, મેઘાણીનગર, કલાપીનગર, અસારવા, ચમનપુરા, વણઝાર ગામ, ઉજાલા સર્કલ, એસ.જી.હાઈવે, કુબેરનગર, બળીયાકાકા, ગોમતીપુર, પટેલ મીલ, રખિયાલ, ચાંદખેડા, માધુપુરા, હનુમાન કેમ્પ, શાહપુર, દરીયાપુર, ભાડજ, ઘુમા, આંબલી, પુનીતનગર, નિકોલ, ગંગોત્રી સર્કલ, ખોડીયાર મંદિર, નારણપુરા, દિલ્હી દરવાજા, નાકોડા, ગોતા, સોલા, જીવરાજ, જોધપુર, શ્યામલ, પ્રહલાદનગર, નરોડા, સૈજપુર ટાવર, મણીનગર, વટવા, ઈસનપુર વગેરે જેવા વિસ્તારોમાંથી રખડતાં મૂકાયેલ 88 પશુઓને ડબ્બે પૂર્યા હતા.

મનપા દ્વારા ઢોરનું રજિસ્ટ્રેશન

AMC દ્વારા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાયુ છે. તેમજ પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર કરાઇ છે. તેમજ શહેરમાં 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR થઇ છે. તેમજ 922ને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં આજથી નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી થતા પશુપાલક બચાવ સમિતિના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. પોલિસી આવકાર્ય પણ દસ્તાવેજો અંગે વિરોધ થશે. ઢોર માટેના લાઇસન્સના દસ્તાવેજ અંગે વિરોધ કરાશે. તેમાં 5 ડિસેમ્બરે પશુપાલકો મેયરના ઘરનો ઘેરાવો કરશે. 5 ડિસેમ્બરે પશુપાલકો મેયરના ઘરે રજૂઆત કરવા જશે. તથા ટેક્સ બિલ ભર્યા છતા ઘરે પશુ ન રાખવા દેતા નારાજગી વ્યાપી છે.

AMC દ્વારા પશુપાલકોને અપાઈ ચેતવણી

અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ/રજિસ્ટ્રેશન વિનાના પશુઓને CNCD વિભાગ દ્વારા પકડી લેવામાં આવશે. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને તા. 1 ડિસેમ્બર, 2023 પહેલાં અમદાવાદ શહેરની બહાર ખસેડી લેવા પશુમાલિકો/પશુપાલકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને આજથી શહેરમાં લાઈસન્સ વિનાના અને રજિસ્ટ્રેશન વિનાના ઢોર જોવા મળશે તો ઢોર જપ્ત કરી લેવામાં આવશે એવી ચેતવણી પણ અપાઈ છે.

CNCD ટીમો સક્રિય બની

અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અને કેટલાંક કિસ્સામાં જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો છે અને શહેરમાં ઢોર પકડવા, લાઈસન્સ/પરમિટ વિના પશુ નહીં રાખવા અંગે અંતિમ સૂચનાની જાહેર નોટિસ આપીને આજથી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.


  • Follow us on: