અમરેલીના ખાંભામાં પિતાએ સગી પુત્રીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ. પિતા દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હતાં. પુત્રીએ પિતાની વાત માનવાનો ઈનકાર કરતા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પિતાએ પુત્રીનું ગળુ દબાવીને હત્યા કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ પુત્રીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ સામે આવ્યો છે. પુત્રીને પ્રેમ સંબંધ હોવાથી તે પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેના પિતાને તે મંજૂર નહોતું. પિતા પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ કરાવવા માંગતા હતાં. પરંતુ પિતાની વાત પુત્રીને મંજૂર નહોતી. જેથી ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીનું ગળુ દબાવીને હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી હતી.

આરોપી પિતાની ધરપકડ

આરોપી પિતાને સમાજમાં આબરૂ જવાનો ડર હોવાથી તેઓ દીકરીના પ્રેમ લગ્નથી રાજી નહોતા. પુત્રીને કાના નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના લગ્ન થાય તેવું પિતા નહોતા ઈચ્છતા અને પિતાની વાત માનવા પુત્રી તૈયાર નહોતી. જેથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રીનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલીસએ હત્યાનો ગુન્હો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: