સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિક્ષાનું પેપર લીક થવાની ઘટના સામે આવી છે. અમરેલીની એમ.ડી. સીતાપરા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન આ ઘટના બની છે. પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ સમગ્ર ઘટનાની કોલેજના આચાર્ય અજાણ હોવાનું કહી રહ્યાં છે. ઘટના સમયના સીસીટીવી ફૂટેજ યુનિવર્સિટીને મોકલવામાં આવશે તેવું કોલેજના આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે.
સીસીટીવી યુનિવર્સિટીને મોકલવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિક્ષાનું પેપર લીક થતા તેના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યાં છે. અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં આ ઘટના બની છે. કોલેજના આચાર્ય આ ઘટનાથી અજાણ હોવાની વાત કરી રહ્યાં છે. કોલેજના પ્રિન્સિપાલ એસ.પી.સીતાપરાએ કહ્યું હતું કે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરાય છે. બુટ, ચંપલ અને મોબાઈલ પરીક્ષા ખંડની બહાર મુકવામાં આવે છે. જો એવું હશે તો ઘટના સમયના સીસીટીવી યુનિવર્સિટીને મોકલવામાં આવશે.
સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન પેપર લીક થયું હતું
અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન પેપર લીક થયું હતું. આ પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યા હતાં. પરંતુ કોલેજના પ્રિન્સિપાલ આ ઘટનાથી અજાણ છે. પેપર લીક થતાં જ વિદ્યાર્થીઓની મહેનત પર સવાલો ખડા થઈ રહ્યાં છે. જો ચેકીંગ કરવામાં આવે છે તો પેપર બહાર આવ્યું કેવી રીતે આ પ્રકારના અનેક સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શરૂ થયાં છે.