અમરેલીના બાબરામાં પવનચક્કી ધરાશાયી થતાં આગ લાગી હતી. સમઢિયાળા અને સુકવાળા ગામ વચ્ચે પવનચક્કી ધરાશાયી થતાં વીજ લાઈન પર પડી હતી. જેના કારણે વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.


પવનચક્કી અચાનક ધરાશાયી થઈને વીજ લાઈન પર પડી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના બાબરામાં સમઢિયાળા અને સુકવાળા ગામ વચ્ચે પવનચક્કી અચાનક ધરાશાયી થઈને વીજ લાઈન પર પડી હતી. ત્યાર બાદ ભયંકર આગ લાગી હતી. આગના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતાં. ઘટનાનો કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો રવાના થઈ ગયા હતાં.

વહિવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું

આગની ઘટનાની જાણ થતાં જ વહિવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. બાબરામાં અવારનવાર પવન ચક્કી ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. હાલમાં પવનચક્કી ધરાશાયી થતાં લાગેલી આગના ભયંકર દ્રશ્યો સામે આવ્યાં છે.


  • Follow us on: