આજે લોકો પેટ્રોલથી ચાલતા વાહનો સામે ઈ-બાઈકનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેમાં પેટ્રોલ પૂરાવવાની ઝંઝટ રહેતી નથી. ઈ-બાઈકની બેટરીને એક વાર ચાર્જ કરવાથી તે સારી માઈલેજ પણ આપતી હોય છે. પરંતુ ક્યારેક બાઈકની બેટરી ઓવરહિટ થવાથી બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ બને છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ઈ-બાઈક સળગ્યુ હતું. મોટો બ્લાસ્ટ થતા ઘરના લોકો ભયમાં મૂકાઈ ગયા હતા.


સાવરકુંડલામાં ઈ-બાઈક સળગ્યું

અમરેલીના સાવરકુંડલામાં દેવળા ગેઇટ વિસ્તારમાં જોય કંપનીનું ઈલેક્ટ્રીક બાઈક સળગી ઉઠ્યું હતું. હિરેનભાઈ ગોસ્વામીએ તેમને પોતાનું ઈ-બાઈક ચાર્જિંગ કરવા માટે મૂક્યું હતું. જે દરમિયાન તેમનું ઈ-બાઈકમાં બ્લાસ્ટ થયો હતો. પરિણામે ઈ-બાઈક ભડકે સળગી ઉઠ્યું હતું. વહેલી સવારે બાઈક સળગતા વોશિંગ મશિન સહિતની ઘરની ચીજ વસ્તુ બળીને ખાક થઈ હતી. જેના લીધે ઘર અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

બ્લાસ્ટનું શું કારણ છે?

ઈ-બાઈક સળગવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? ઈ-બાઈકમાં કંપનીઓ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરે છે. બેટરીને વધુ ઓવરચાર્જિંગ કરવું કે બેટરીનો દુરુપયોગ, નબળી ગુણવત્તાની બેટરીનો ઉપયોગ કરવાથી ઈ-બાઈકમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટની ઘટના બનતી હોય છે.જેમાં ક્યારેક વ્યક્તિનો જીવ ગુમાવવાની ઘટના બનતી હોય છે. બ્લાસ્ટ થવાથી આસપાસની વસ્તુઓને ભારે નુકશાન પણ થતું હોય છે.

  • Follow us on: