ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે. જ્યાં લાઈટ હજુ સુધી આવી જ નથી. પરંતુ જ્યાં વીજ કનેક્શન છે. ત્યાં વીજપુરવઠો ખોરવાઈ જાય છે. જેના લીધે નાગરિકો ત્રાહિમામ પોકારી જતા હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો ગરમીમાં અકળાતા હોવાનું ઘણીવાર સામે આવે છે. અમરેલીમાં લાઈટના ધાંધિયાના લીધે લોકો હેરાન થઈ ગયા હતા. તેમજ નાના બાળકો પર હેરાન થયા હતા. ગરમીમાં મોટા ન રહી શકતા હોય તો નાના બાળકો ક્યાંથી રહેવાના?


લોકોને પડી હાલાકી

મળતી માહિતી પ્રમાણે અમરેલીના વડિયાના સદગુરુનગર વિસ્તારમાં વારંવાર વીજ કનેક્શન ખોરવાતા લોકો રોષે ભરાયા હતા. તેથી લોકોના ટોળાએ PGVCLની કચેરીમાં ધામા નાખ્યા હતા. છેલ્લા 24 કલાકથી 2 થી 3 શેરીમાં લાઈટ ન હોવાથી લોકો ભારે રોષે ભરાયા હતા. PGVCLની કચેરી ખાતે ટેમ્પોમાં બેસીને આવેલા લોકોએ રોષ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. અવારનવાર લાઈટના ધાંધિયાથી લોકો ખૂબ જ ગુસ્સે થયા હોવાનું સામે આવ્યું હતું.

સ્થાનિકોએ કરી રજૂઆત

સદગુરુનગરના સ્થાનિકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, છેલ્લા 1 મહિનામાં 2-3 વખત 24 કલાક લાઈટ વગર રહેવું પડયું છે. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગરમીમાં વગર લાઈટે હેરાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોએ PGVCL કચેરી ખાતે નાયબ ઈજનેરને રજૂઆત કરતા જણાવ્યું કે, અવારનવાર ટ્રાંસફોર્મર બળી જતાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કાળઝાળ ગરમી અને ઉકળાટમાં નાના બાળકો અને લોકોને કેમ લાઈટ વગર રહેવું.તેના લીધે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Follow us on: