- આયુષ ડાખરા નામનો યુવાન ટોરન્ટોમાં અભ્યાસ કરતો હતો
- 5 મેના રોજ યુવાન ગુમ થયો હતો
- મૃતકના પિતા DySP ની ફરજ બજાવે છે
વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં મૂળ ભાવનગરના સિદસર ગામના એક પરિવારના પુત્ર પર કેનેડાના ટોરેન્ટો શહેરમાં થોડા દિવસ અગાઉ ગુમ થયો હતો. જેની આકરે લાશ મળી આવતાં પરિવારમાં શોક સાથે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલ આયુષ ના પરિવારજનો રહસ્યમય મોત ના મામલે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી રહ્યા છે.
5 મેના રોજ યુવાન ગુમ થયો હતો
નોંધનીય છે કે, 5 મને રોજ કેનેડાના ટોરેન્ટો ખાતે આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડા ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો.
ભાવનગર જિલ્લાના સીદસર ગામનો 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડામાં 5 મેના રોજ ગુમ થયો હતો. જે પછી હવે તેનો મૃતદેહ મળ્યો છે. આયુષ ડાખરા છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો. મહત્વપૂર્ણ છે કે, મૃતક યુવકના પિતા રમેશ ડાખરા હાલમાં પાલનપુરમાં DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે. કારકિર્દી બનાવવા ગયેલા પુત્રનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અગાઉ મૂળ અમદાવાદના હર્ષ પટેલનું કેનેડામાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હર્ષ પટેલનું મોત કેવી રીતે થયું તે માટેનું કારણ હજી સુધી અકબંધ છે. તેમજ હર્ષ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતો હતો. જેના પછી કેનેડાના ટોરેન્ટો માંથી હર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મહત્ત્વનું છે કે, હર્ષ પટેલના સંબંધીઓએ ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના મૃતદેહને ભારત પરત લાવવા માટેની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે.