સુરતમાં અસમાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં જાહેરમાર્ગ પર અસમાજિક તત્ત્વોએ બબાલ મચાવતા યુવાન પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. યુવાન પર હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અઠવાલાઈન્સ પોલીસની હદમાં હુમલાનો બનાવ બન્યો છે. પોલીસે યુવાન પર કરાયેલ હુમલાને પગલે CCTVના આધારે હુમલાખોર અસમાજિક તત્વો પર કાર્યવાહી હાથ ધરી.


અસમાજિક તત્ત્વોનો આંતક

મળતી માહિતી મુજબ સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં ફરી અસમાજિક તત્ત્વોનો આંતક જોવા મળ્યો. રાજ્યભરમાં અસમાજિક તત્ત્વોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે. છતાં અસમાજિક તત્ત્વોમાં કાયદાનો કોઈ ડર જોવા મળતો નથી. હાલમાં શહેરમાં એક યુવાન પર અસમાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. યુવાન પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શહેરમાં મોડી રાત્રે જાહેર માર્ગ પર ન્યુ ખાજાદાના રોડ પર યુવાન અને રીઢા ગુનેગારો સાથે કોઈ બાબતે બબાલ થઈ હતી. જાહેરમાર્ગ પર થયેલ બબાલની વાત મારામારીની હદ સુધી પંહોચી ગઈ. અસમાજિક તત્ત્વો ખુલ્લેઆમ યુવકને મારી રહ્યા હતા. આ બંને શખ્સના નામ ભૂપેન્દ્ર ઉર્ફે ભુપો, અન્નો અને પકા હોવાનું સામે આવ્યું છે. યુવાન પર જીવલેણ હુમલો કરવા મામલે આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ

શહેરના ન્યુ ખાજાદાના રોડ પર યુવાન પર હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાના સામે આવેલ સીસીટીવીમાં દેખાય છે કે એક યુવાન એક્ટિવા ચાલક સાથે વાત કરી રહ્યો છે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે વાત વધુ ઉગ્ર બને છે અને આ યુવાન એક્ટિવા ચાલકને લાફો ઝીંકી દે છે. ત્યારે એકટિવાચાલક પોતાના સાગરિતને બોલાવે છે જેના બાદ સામાન્ય બબાલનો મામલો મારામારી સુધી પંહોચે છે. સીસીટીવીમાં દેખાય છે કે બીજા શખ્સ કે જે રીઢા ગુનેગારો છે તે ભૂપેન્દ્ર ઉર્ફે ભુપો, અન્નો અને પકા દ્વારા શુભમ રાણા નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવે છે. પોલીસ આ ઘટનાની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે યુવાન અને રીઢા ગુનેગારો પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હતા પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે વાંકુ પડતા આ હુમલાની ઘટના બનવા પામી. ગુનેગારો સાથે સંબંધ રાખનારા યુવાનો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. 

  • Follow us on: