• અમદાવાદ મુંબઇ દિલ્હી સહિત અનેક રાજયોમાં વરસાદને લઈને અસર
  • મુંબઈની 3 ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી
  • દુબઈની ફ્લાઇટ 4 કલાક મોડી પડી હતી

હાલ સમગ્ર ભારતમાં વરસાદી સિઝન ચાલી રહી છે તેને કારણે હવાઈ મુસાફરીને તકલીફ પડી રહી છે,અમદાવાદ એરપોર્ટ એ ધમધમતું એરપોર્ટ છે,સમગ્ર ભારત અને વિશ્વની ફલાઈટોનું સંચાલન આ એરપોર્ટથી થાય છે ત્યારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા ફલાઈટો રદ કરવી પડે છે તો અમુક ફલાઈટો તેના સમય કરતા મોટી ઉપડી રહી છે.

અમદાવાદમાં પણ બે દિવસ પહેલા વરસ્યો હતો ભારે વરસાદ

અમદાવાદ એરપોર્ટ પર પણ બે દિવસ પહેલા ભારે વરસાદ વરસતા એરપોર્ટના રનવે પર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.દિવસ દરમિયાન અલગ-અલગ ફલાઈટો લેન્ડ અને ટેકઓફ કરતી હોય છે,ત્યારે પાણી ભરાવાના કારણે અમુક ફલાઈટો મોડી ઉપડી હતી તો અમુક ફલાઈટો રદ કરવાનો વારો આવતા મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા હતા.

હાલ ભારતમાં ચોમાસાની સિઝન શરૂ

હાલ સમગ્ર ભારત દેશમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે,કયાંક ભારે વરસાદ તો કયાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે,અમુક વખત ફલાઈટોને કલિયર વિઝિબિલિટી નહી મળવાના કારણે આકાશમાં જ ચક્કર મારવા પડે છે,તો અમુક વખત આગળથી ગ્રીન સિગ્નલ ના આવતા અમુક ફલાઈટો રદ કરવી પડે છે જેના કારણે મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા પછી પરત ફરવાનો વારો આવે ચે,દર ચોમાસામાં ફલાઈટને લઈ મુસાફરોને સામનો કરવો પડે છે.

હાલ ફલાઈટ રાબેતામુજબ થઈ

હાલ અમદાવાદમાં વરસાદ નહી હોવાથી ફલાઈટ ધીરે ધીરે રાબેતા મુજબ થઈ છે ત્યારે એરપોર્ટના રનવે પરથી પણ પાણી દૂર થઈ ગયું છે,ત્યારે વિઝિબિલિટી કલિયર હોવાથી આજે ફલાઈટ મોડી કે કેન્સલ થવાની કોઈ વાત રહી નથી.

  • Follow us on: