- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
- વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં થઇ શકે વરસાદ
- નર્મદા સહિત દક્ષિણ પૂર્વિય વિસ્તારોમાં વરસાદ રહી શકે
રાજ્યના ખેડૂતો હજી માવઠાના મારમાંથી બહાર નીકળ્યો નથી ત્યાં તો હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેની સાથે જ ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે.
આ અંગે રાજ્યના હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં દમણ દાદરાનાગર હવેલી, સુરત નવસારી, ડાંગ અને તાપીમાં તો સૌરાષ્ટ્રના સમુદ્ર તટીય વિસ્તાર અમરેલી અને ભાવનગરના કમોમસી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.













