જૂનાગઢમાં બેંક મેનેજરે બેંકમાં આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે,ગુજરાત રાજય સહકારી અને ગ્રામીણ બેંક જૂનાગઢ શાખાના મેનેજરે આપઘાત કરી લેતા પરિવારમાં અને અન્ય સહકર્મીઓમાં શોકની લાગણી જોવા મળી છે,આપઘાત પાછળનું કારણ અકબંધ છે,પોલીસને હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


જૂનાગઢમાં બેંક મેનેજરનો આપઘાત

જૂનાગઢમાં સહકારી અને ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા મેનેજરે બેંકમાં સવારે આવીને આપઘાત કરી લીધો છે,ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,આપઘાત કેમ કર્યો તેને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે,મૃતદેહ ઉતારીને પોલીસે તેને પીએમ માટે મોકલી આપ્યો છે અને અન્ય સહકર્મીઓના નિવેદન પણ લીધા છે,મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.મૃતકની ઉંમર 52 વર્ષ છે.પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે તપાસ માટે.

આપઘાતનો વિચાર આવે તો આટલું જરૂર કરો તો તમે બચી શકશો

01-તમે થોડી પણ નિરાશા કે તાણ અનુભવતા હો તો સતર્ક થઈ જાઓ. માત્ર એટલું જ નહીં તમારા રોજબરોજના જીવનને બોરિંગ ન કરી નાખો. તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને બીજા લોકો સાથે શેર કરો. મિત્રો સાથે વતચીત કરવાનું રાખો.

02-અન્યો અને પોતાની પાસેથી મોટી અપેક્ષાઓ ન રાખો. સતત મોબાઈલ-સોશિયલ મીડિયામાં ન પડ્યા રહો. પ્રકૃતિથી બને એટલા નજીક રહો. કોઈ ગમતી પ્રવૃત્તિ કરો.

03-જેટલી પણ આવક હોય તેનું યોગ્ય નિયોજન કરો. મન મજબૂત રહે તેવા યોગાસનો કરો, ધ્યાન ધરો. શ્રદ્ધા પ્રમાણે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરો. છતાં પણ જો વધારે નિરાશા અનુભવો તો ડોક્ટરની સલાહ લો. આ સાથે શરીરને પણ સ્વસ્થ અને રોગરહીત રાખો. અને ખાસ યાદ રાખો. આત્મહત્યા કોઈપણ સમસ્યાનો હલ નથી.

 

  • Follow us on: