ભરૂચના વાગરામાં એક વ્યક્તિ પર જીવલણ હુમલો કરી લૂંટ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વાગરાના ચાચવેલ ગામમાં રહેતા મુબારક પઠાણ પોતાના ફાર્મ હાઉસમાં બેઠા હતાં ત્યારે એક કારમાં ચારેક લોકો આવ્યા હતાં. આ ઉપરાંત ગામના બે લોકો બાઈક લઈને આવ્યા હતાં. મુબારક પઠાણ કંઈ સમજે તે પહેલાં જ તેને માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી 70 હજારની લૂંટ ચલાવાઈ હતી. વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ચાર પાંચ જણા ફરિયાદીને માર મારવા લાગ્યા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચના વાગરામાં ચાંચવેલ ગામમાં રહેતા મુબારક સુલેમાન પઠાણ ગામની પાસે સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર બેઠેલા હતા. ત્યારે એક સ્વીફ્ટ કાર આવી હતી. તેમાંથી ચારથી પાંચ માણસો ઉતર્યા હતાં અને ગામના બે લોકો બાઈક લઈને આવ્યા હતા. મુબારક પઠાણ કંઈક સમજે તે પહેલા જ,આસિફ , ઇમ્તિયાઝ દેડકા, સઈદ દેડકો, ફેજલ મક્કા, જુબેર વલી ઈસબ, તથા એક અન્ય વ્યક્તિ મળી તેને માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી 70 હજાર પણ લૂંટી ગયા હતાં.

હથિયારો સાથે ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા હતાં

આ હુમલામાં આસિફ મકસુદ ફાયરિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્યારે ઈમ્તિયાઝ દેડકા પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. મુબારક પઠાણના કહેવા મુજબ હું મારા ફાર્મ હાઉસ પર બેઠો હતો તે સમયે સાજના આશરે 7:30 ના ગાળામાં આ લોકો આવી મારા ઉપર જીવ લણ હુમલો કર્યો હતો અને તને હવે જીવવા નહીં દઈએ એમ કહી માર માર્યો હતો.આસિફ બાપુ પાસે રિવલ્વર હતી એ મારા કપાળ પર મારી હતી.ઈમ્તિયાઝ દેડકા પાસે રહેલી મોટી છરી વડે પાસળીના ભાગે ઇજા પહોંચાડી હતી.અન્ય લોકો પાસે મારક હથિયારો હતા જેથી મને પગ તથા અન્ય ભાગો પર ખુબજ માર માર્યો છે. વાગરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: