ભરૂચની અંકલેશ્વર GIDC પોલીસને ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. GIDCમાં આવેલી સ્ટીલ ફેબ ઈક્યુમેન્ટ નામની કંપનીમાં આ 8 આરોપીઓએ ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને 15 દિવસમાં 3 વખત સતત ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ઘણા માલસામાનની ચોરી કરી હતી.


15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ

તમને જણાવી દઈએ કે 8 આરોપીઓએ ભેગા મળીને એસ.એસનો 3.92 લાખ રૂપિયાના કૂલ સામાનની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આજે તેમાં પોલીસને સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા છે.

મોબાઇલ ટાવરમાંથી વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ ચોરીના ગુનામાં મોટી સફળતા મળઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી વાયરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા ગુનેગારની આ કેસમાં ધરપકડ કરી છે. 30થી વધુ કેબલ ચોરીની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આરોપીઓએ કરી છે. આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ટાવરમાંથી કેબલની ચોરી કરતા હતા.

મંદિરમાં ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ

ત્યારે અમદાવાદમાં પણ મંદિરમાં ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસે અનારસિંહ રાઠોડ અને હિંમતસિંહ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરી છે. સોલા સિવિલની બહારના મંદિરમાંથી આ બંને આરોપીઓએ ચોરી કરી હતી, હાલમાં અમદાવાદની સોલા પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: