ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારત માલા નામ આપવામાં આવ્યું છે. જે દેશમાં એકમાત્ર 8 લાઈન એક્સપ્રેસ વે તરીકે કાર્યરત થયો છે. માતર ગામ સ્થિત ટોલ પ્લાઝા પર લોકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે ટોલટેક્સના પૈસા ડબલ વાર કપાઈ જાય છે અને મેસેજ બે દિવસ પછી મોબાઈલ પર આવે છે.


મેપિંગ પ્રોબ્લેમ હોવાનું ટોલ પ્લાઝાના કર્મીઓનું રટણ

ત્યારે કેટલીય ગાડીઓનું માતર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે તો પણ દહેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસુલ કરવામાં આવી રહ્યો હોવાની લોકો બુમો પાડી રહ્યા છે. વાહનના માલિકોએ ટોલ પ્લાઝાને આ અંગે ઘણી વખત રજુઆત કરી તો સમગ્ર મામલે બેન્કોને જવાબદાર ગણાવી છે અને બેન્કની ટેક્નિકલ ખામીનું કારણ આગળ કર્યુ છે. ટોલ પ્લાઝામાં હાજર રહેલા કર્મચારીએ જણાવ્યું હતું અને સમગ્ર ટેક્નિકલ ખામી બાબતે ઈમેઈલ પણ કર્યા છે પણ હાજર રહેલા ટોલ પ્લાઝાના કર્મચારી પાસે બેન્કોને ઈમેઈલ કર્યા છે તેની કોમ્પ્યુટર કોપી માગતા ઉપલા જવાબદાર ટોલ પ્લાઝાના અધિકારી સાથે ટેલીફોનિક વાત કરવાનું કહ્યું હતું.

ઉપલા અધિકારીએ હાથ ઉંચા કરી દીધા

અમિત ગુપ્તા સાથે વાહન માલિકની વાતમાં જણાવવામાં આવ્યું કે એન.એચ.એ.આઈના ટોલ ફ્રી નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ કરી દો અને ટોલ ટેક્સ પર હાજર કર્મચારી અને ટેલિફોન પર વાત કરનાર ઉપલા અધિકારીએ હાથ ઉંચા કરી દેતા ટોલ પ્લાઝા પર હાજર અનેક વાહન માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોક ચર્ચા થઈ રહી છે કે આ કૌભાંડ છે કે ટેક્નિકલ ખામી છે તે પણ એક સવાલ છે.

નિરાકરણ લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે: કર્મચારી

ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ડબલ વખત કપાઈ જવા અથવા વધારાની ચુકવણીના કિસ્સામાં NHAIના ટોલ ફ્રી નંબર 1033 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ નંબર પર કોલ ડાયલ કરીને સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે. જો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાચી સાબિત થશે તો ખોટી રીતે કપાયેલી રકમ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં પરત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 20થી 30 દિવસનો સમય લાગી શકે છે તો દરરોજનું અપડાઉન કરનારા વાહન માલિકો દરરોજ પોતાના ખોટી રીતે ફાસ્ટ ટેગ દ્વારા કપાયેલા પૈસા માટે 20થી 30 દિવસ રાહ જોવાનો વારો આવ્યો છે. જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર તપાસની લોક માગ ઉભી થઈ છે.

  • Follow us on: