નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. ત્યારે ભરૂચના માંડવા ટોલ ટેક્સ પર પણ રૂપિયા 5 થી 10 સુધીનો વધારો ઝીંકાયો છે. જેથી ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધતા પ્રજા પર બોજ વધશે. માંડવા ટોલ ટેક્સ પરથી પસાર થતા ટ્રક, બસ અને હેવી મશીનરી વાહનો પર ટોલમાં ભાવ વધારો થયો છે. જોકે કાર અને જીપમાં જૂના ભાવ યથાવત રહ્યા છે.


કાર અને જીપમાં જૂન ભાવ યથાવત

આગામી 1લી એપ્રિલથી વડોદરા - સુરત એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહન ચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. જેમ ભરૂચ જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર તરફ આવેલ માંડવા ટોલ ટેક્સ પરથી પસાર થતા ટ્રક,બસ અને હેવી મશીનરી વાહનો પર ટોલમાં ભાવ વધારો થયો છે. જોકે કાર અને જીપમાં જૂન ભાવ યથાવત રહ્યા છે.

5 રૂપિયાનો વધારો

નવા ભાવ મુજબ ટુ એક્સલ ટ્રક અને બસનો જૂનો ભાવ 100 હતો જેમાં 5 રૂપિયાનો વધારો થતા હવે 115 ચૂકવવા પડશે જયારે થ્રિ એક્સલ ટ્રકનો જૂનો ભાવ 110 હતો જેમાં પણ વધારો થયા 115 રૂપિયા ચૂકવવા પડશે. તો હેવી કન્સ્ટ્રક્શન મશીનરી અને સેવન ઓવર સાઈઝ વાહનો પર 10 રૂપિયાનો વધારો થયો છે. જેથી હેવી કન્સ્ટ્રક્શન મશીનરી જૂનો ભાવ 155 હતો. જે હવે 165 થશે તો સેવન ઓવર સાઈઝના વાહનોનો જૂનો ભાવ 190 હતો જે હવે 200 રૂપિયા ચૂકવવા પડશે. તો મંથલી પાસમાં પણ 20 થી 250 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

રોજિંદા જીવન ઉપર અસર

ટોલ ટેકસમાં ભાવ વધારો થતા જાગૃત નાગરિક ધનરાજ વસાવા એ જણાવ્યું હતું કે દૈનિક 5 થી 10 રૂપિયા અને મહિને 20 થી 250 રૂપિયાનો ભાવ વધારો થતા કોમર્શિયલ વાહનોમાં માલસામાન સહિત મુસાફરોની અવર જવર થતી હોય જેથી રોજિંદા જીવન ઉપર અસર જોવા મળશે અને ભરૂચ જીલ્લામાં ધણી જીઆઈડીસી આવેલી છે. જેમાં વહન કરતા વાહનોને ટોલનું ભારણ વધશે તો સરકારે તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.


  • Follow us on: