ગુજરાતમાં ટોલનાકા ઉપર ટોલકર્મીઓની દાદાગીરી અને મારામારીની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. જેમાં ટોલ કર્મીઓ દ્વારા કારચાલકો કે વાહનચાલકોને માર માર્યો હોવાનું સામે આવે છે. ત્યારે ભાવનગરના કોબડી ટોલનાકા પર વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો હતો. એક કાર ચાલક સાથે ટોલનાકાના 12 જેટલા કર્મચારીઓએ બબાલ કરી હતી. તેમજ તેના પર હુમલો કરીને તેને માર માર્યો હતો. જે મામલે ટોલકર્મીઓ સામે કાર ચાલકે ફરિયાદ નોંધાવી હતી.


કારચાલક પર ટોલકર્મીઓનો હુમલો

ભાવનગરમાં કોબડી ટોલનાકા પર મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જેમા એક કારચાલકને 12 જેટલા ટોલનાકાના કર્મચારીઓએ ઢોર માર મારતા કારચાલક ઈજાગ્રસ્ત થયો હતો. 12 કર્મચારીઓએ ઢોર માર મારતા કારચાલકે આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે 6 આરોપીઓને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે વરતેજ પોલીસે કોબડી ટોલનાકા ખાતે આરોપીઓને લાવીને સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવના માટેની તજવીજ હાથ ધરી હતી.

આરોપીઓની શોધખોળ શરુ

ભાવનગરમાં કોબડી ટોલનાકા પર મારામારીના ઘણા બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે, ત્યારે વરતેજ પોલીસે આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ બાકીના નાસી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પીડિતનું નિવેદન લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોબડી ટોલનાકા અગાઉ પણ વિવાદોમાં આવેલ છે. જેમાં ક્યારેક ટોલકર્મીઓની દાદાગીરી સામે આવતી રહે છે

  • Follow us on: