ગુજરાતમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. હવે મહિલાઓ ક્યાંય સુરક્ષિત રહી નથી. વિકૃત માનસિકતા ધરાવતા લોકો મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવવાથી ચૂંકતા નથી. કેટલીક ઘટનામાં સાવકા પિતા દ્વારા પણ પુત્રીનું શોષણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકા પંથકની 22 વર્ષની યુવતી પર પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.


યુવતીનું થયું મોત

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલ્લભીપુર તાલુકામાં આરોપી પિતરાઈ ભાઈએ તેની બહેન પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી  હતી. યુવતીને મારી નાખવાની ધમકી આપીને આરોપી પિતરાઈ ભાઈ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ બાબતે યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન યુવતીની તબિયત લથડતા તેને 5 દિવસ પહેલા ભાવનગર સર્ટિ હોસ્પિટલ ખસેડાઇ હતી.જ્યાં ઝેરી દવા પી લેતા તેની હાલત નાજુક હતી. તેમજ ભોગ બનનાર 22 વર્ષની યુવતીને 7 માસની ગર્ભવતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

આરોપી સામે ફરિયાદ

યુવતીના મોતને પગલે યુવતીના ભાઈએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ પલીસ ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન આરોપી ભાવેશ ત્રિકમભાઈ ચૌહાણ ઉર્ફે ભગો ફરાર થઈ ગયો છે. તેમજ પોલીસે ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીનું મોત થતા પરિવારે આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ તેને કડકમાં કડક સજા થાય તેવી યુવતીના પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગણી કરી છે.

  • Follow us on: