ગુજરાતમાં બેફામ ખનીજ ચોરીની ઘટનાઓ બને છે. ખનીજ ભૂમાફિયાઓ નદીના પટમાંથી રેતી તો ક્યાંક ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે. આવા તત્વો સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે. તો ખનીજ માફિયાઓ ખનિજ સંપન્ન વિસ્તારોમાં ખોદકામ કરીને ખનીજ વેચી મારતા હોય છે. તો તેમાં કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓનો પણ હાથ હોઈ શકે છે. ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.
સિહોરમાં ખનીજ માફિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી













