ભાવનગરમાં મહાનગરપાલિકાની ગાડીઓમાંથી બેટરી ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. આ શખ્સ દ્વારા મનપાના 6થી 7 જેટલા ટેમ્પલ બેઈલની ગાડીમાંથી બેટરીની ચોરી કરવામાં આવી હતી. બેટરી ચોરીની ઘટના અંગે મનપાના કોન્ટ્રાકટરે નીલમબાગ પોલીસ મથકમાં અરજી આપી હતી અને અરજીના આધારે નીલમબાગ પોલીસે બેટરીની ચોરી કરનાર યુવાનની ધરપકડ કરી છે. વડવા રુવાપરી મંદિર ચૌહાણ ફળીમાં રહેતા યુવાનની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે યુવાન પાસેથી ચોરી કરેલી બેટરી કબ્જે કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વાપીના સલવામાં ટ્રાન્સપોર્ટ કંપની અને ગોડાઉનમાં લાખોની ચોરીની ઘટના













