ગુજરાત સરકારે ડ્રગ્સના વધતા જતા દૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લીધા છે. ભુજમાંથી કોકેઇન ઝડપાયાનો સિલસિલો યથાવત છે. SOGએ ભૂજમાંથી 41 લાખના કોકેઈન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે.


રાજ્યમાં ડ્રગ્સ સહિત ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુજમાં કડકી ચોકડી પાસેથી 2 શખ્સો 41 લાખના કોકેઈન સાથે ઝડપાયા છે. ભુજ પોલીસે પંજાબના મયુરસિંહ અને ગુરૂદેવસિંહની ધરપકડ કરી છે. નશાબંધી કાયદા હેઠળ તેમની વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, કચ્છના ભૂજમાંથી SOGએ કોકેઇન ઝડપ્યું છે. SOGએ 41 લાખના કોકેઈન સાથે બે યુવકોની ધરપકડ કરવમાં આવી છે. પંજાબથી કોકેઇન આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. SOGએ કાર, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

  • Follow us on: