વડોદરામાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જ 4 વર્ષના માસૂમ બાળક સામે અમાનવીય વર્તન કરાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. હોરીઝન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે કરાયેલ અમાનવીય વર્તનની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બાળક ઓછું બોલતો હોવાના કારણે માતાપિતાએ તેમના પુત્રને હીરીઝન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં સારવાર માટે મૂક્યો હતો. પરંતુ અંહી સારવારના બહાને ચાઈલ્ડન કેરના સ્ટાફ દ્વારા બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું.
બાળક સાથે ડોકટરનું અમાનવીય વર્તન
4 વર્ષનું બાળક માતા પિતાને યાદ કરી રડતું રહ્યું. પરંતુ તેને સાંત્વના આપવાના બદલે ડો. મીરા બાળક પર પગ ચઢાવી બેસી ગયા. આ ઘટનાની જાણ થતાં બાળકના પરિવારે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ઘટનાના સામે આવેલ CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ CCTV ફૂટેજમાં દેખાતા બંને ડોક્ટરની પૂછપરછ કરશે. બાળક સાથે અમાનવીય વર્તન કરવા મામલે બંને ડોક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.
CCTV ફૂટેજ જોઈ પરિવારને લાગ્યો આઘાત
પોલીસ ફરિયાદ મુજબ બાળકના માતાપિતાએ જણાવ્યું કે તેમનું બાળક ઓછું બોલે છે અને તેની ઉંમરના બાળકો સાથે વધુ વાતચીત કરતો નથી. તેમનું બાળક બીજા બાળકો સાથે મિત્રતા ના કરતો હોવાથી તેમજ ઉંમર પ્રમાણે વર્તન ના કરતા હોવાથી તેઓ ચિંતિત થયા હતા. દરમિયાન તેમને હોરીઝોન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર વિશે જાણ થઈ. અને તેમણે તેમના બાળકને ત્યાં સારવાર માટે મૂકયો. પરંતુ એક દિવસ તેમનો બાળક સેન્ટરમાંથી આવ્યા બાદ વધુ ભયભીત જણાયો. ત્યારે તેમણે આ મામલે વધુ તપાસ કરતાં સેન્ટરમાં જ્યાં તેમની બાળક સારવાર કરાતી હતી તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સમગ્ર હકીકત સામે આવી. CCTV ફૂટેજ જોઈ તેમને વધુ આઘાત લાગ્યો.
માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
બાળકાના માતાપિતાએ હોરીઝન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ કેર સેન્ટરના ડોક્ટરોએ ઘોર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે CCTV ફૂટેજમાં જોયું કે 15 માર્ચના રોજ બપોર આશરે 1 વાગ્યાથી 2 વાગ્યાની આસપાસ તેમનો બાળક નીચે બેઠો છે અને ડોક્ટર હિંચકા ખાઈ રહ્યા છે. જે હિંચકા બાળકો માટે બનાવવામાં આવ્યા છે તેના પર ડોક્ટ પોતે બેઠા છે અને બાળક નીચે બીઠો છે. અને તેમનું બાળક જ્યારે મમ્મીપપ્પાને યાદ કરતો હતો ત્યારે ડોકટર મીરા બાળકને ધમકાવીને ખૂણામા બેસાડી દઈ તેના પગ પર ચઢી જાય છે. અંદર રૂમમાં બીજા પણ એક ડોકટર હતા પરંતુ તેમણે બાળકને મદદ કરવાને બદલે પોતાના સહયોગીને મદદ કરતા બાળકે ખૂણામાં બેસાડી દઈ બહાર જતા રહ્યા. કેર સેન્ટરમાં બાળકોને સુધારા માટે મોકવલામાં આવે છે પરંતુ ત્યાં બાળકો સાથે કરવામાં આવેલ વર્તનના કારણે માસૂમ બાળકો વધુ ભયમાં જીવન જીવે છે. વડોદરાના હોરીઝન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ કેર સેન્ટરનો કિસ્સો માતાપિતા માટે ચેતવણીરૂપ છે.