- 5 આરોપીઓ વિરુદ્ધમાં કેસ રજિસ્ટર્ડ
- ખેડા જિલ્લા પોલીસે કરી કાર્યવાહી
- રાજ્યમાં ઘટનાના પડ્યા છે ગંભીર પડઘા
ખેડા જિલ્લામાં શંકાસ્પદ સિરપ પીવાથી 5ના મોત મામલે હવે એક મોટી અપડેટ સામે આવી છે. હાલમાં આ સિરપકાંડના મુખ્ય આરોપીઓ મનાઈ રહેલા 5 શખ્સોની વિરુદ્ધમાં આખરે ગુનો નોંધાયો છે. નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે મોટી જાણકારી અનુસાર ખેડા એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર ડી એન ચુડાસમા ફરિયાદી બન્યા હતા અને આ મામલે ખેડા જિલ્લા પોલીસ દ્વારા માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે IPCની વિવિધ કલમો 304, 308, 328, 465, 468, 471, 274, 275, 276, 34, 201 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. આ મામલે ખેડા એસપી દ્વારા એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્વ નડિયાદના નાયબ પોલીસ અધિક્ષક વી આર બાજપેયી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.













