- ગુજરાત સરકારની તિજોરીમાં આવક વધી
- 24 ટકાના વધારા સાથે 5669 કરોડની આવક
- ગત વર્ષે 4554 કરોડની આવક નોંધાઈ હતી
આ મહિનો જીએસટી આવકના ક્ષેત્રે રેકોર્ડના નવા આંકડાઓની સાથે શરૂ થયો છે. મહત્વનું છે કે ગત વર્ષે નવેમ્બર 2022માં ગુજરાતની જીએસટી આવક 4,554 કરોડ નોંધાઈ હતી, જ્યારે કે ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધારે થઈ છે. જેમાં પ્રથમ આઠ માસમાં રાજ્યની જીએસટીની આવક કુલ 41,989 કરોડ થઈ છે. આમ ગત નવેમ્બરની તુલનામાં રાજ્ય સરકારની જીએસટી આવકમાં મોટો વધારો નોંધાયો છે અને સરકારની તિજોરી છલકાઈ છે.
જીએસટી આવકની દૃષ્ટિએ 1લી ડિસેમ્બર, 2023 નો એક મહત્વનો દિવસ બની ગયો છે. હકીકતે આજના દિવસે એક મોટા ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. સરકારી તિજોરીમાં આ મહિને સૌથી વધુ GST કલેક્શન થયું છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે, નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્યની જીએસટી આવકમાં 24 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારને નવેમ્બર 2023માં જીએસટી પેટે 5,669 કરોડની આવક થઈ છે. જે રેકોર્ડબ્રેક આંકડો છે.













