- અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની મેચ
- 5 મેચને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
- અમદાવાદ CPએ જાહેરનામું બહાર પાડ્યું
આ વખતનો વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાનાર છે. જેને લઈને બીસીસીઆઈ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં અમદાવાદમાં પણ 5 મેચ રમાનાર હોઈ અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વખતે વિશ્વકપની 5 મેચોનું આયોજન થશે, જેને લઈને અમદાવાદ તંત્ર અને પોલીસ સાબદી બની છે, સ્ટેડિયમને થ્રી લેયર સુરક્ષા અને વાહન પાર્કિંગને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં ઘણાં યાત્રીઓ પણ આવનાર હોઈ ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદના સીટી પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વાહનોની અવરજવર માટે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો માર્ગ પરિવહન માટે બંધ કરી દેવાયો છે.














