• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની થવા પર સવાલ

વર્લ્ડકપ 2023ની ઓપનિંગ સેરેમનીને લઈ નવું અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ અનુસાર, આ વખતે વર્લ્ડકપમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન થશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 ઓક્ટોબરે તમામ કેપ્ટન એકબીજાને મળશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. જે બાદ એક લેઝર શોનું આયોજન કરવામાં આવશે. હજુ સુધી ઓપનિંગ સેરેમનીને લઈ કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

પહેલાં ઓપનિંગ સેરેમનીની થઈ હતી ચર્ચા

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 4 ઓક્ટોબરે ઓપનિંગ સેરેમની થવાની ચર્ચા હતી. આ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સ રણવીર સિંહ, તમન્ના ભાટિયા, અરજીત સિંહ, શ્રેયા ઘોષાલ અને આશા ભોસલેનાા પરફોર્મન્સની યોજના હતી. આ ઓપનિંગ સેરેમની સાંજે 7 વાગ્યે શરૂ થવાની હતી. જો કે, એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, 19 ઓક્ટોબરે BCCI વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરી શકે છે.

વર્લ્ડકપ પહેલાં થયા અનેક વિવાદ

વર્લ્ડકપ 2023માં આ વખતે અનેક વિવાદ થયા હતા. સૌથી પહેલાં વર્લ્ડકપ શિડ્યૂલને લઈ ટીકાઓ થઈ હતી. જે બાદ વેન્યૂને લઈને પણ વિવાદ થયો હતો. શિડ્યૂલ અને વેન્યૂમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં ટિકિટ કૌભાંડ થયું હોવાનું પણ સામે આવ્યું હતું. હવે બધું બરોબર થવા જઈ રહ્યું છે, ત્યારે ઓપનિંગ સેરેમની કેન્સલ થવાના અપડેટથી ફેન્સમાં રોષ જોવા મળી રહ્યો છે. ફેન્સ આ સમાચારને લઈ સોશિયલ મીડિયા પર BCCI પર પ્રહાર કરી રહ્યા છે.

5 ઓક્ટોબરે પ્રથમ મેચ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરે થશે. 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ગત વર્લ્ડકપની રનરઅપ ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમવામાં આવશે, જ્યારે ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમીને કરશે. આ મેચ ચેન્નઈમાં રમવામાં આવશે.

  • Follow us on: