• ગાડીમાંથી 800થી વધુ બોટલો મળી
  • વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત
  • આરોપી અમદાવાદ અસારવાના પૂર્વ પ્રમુખ છે

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડીયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની ધરપકડ કરી છે. જયેશની ધરપકડ થઈ ત્યારે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઈ. પ્રવિણકુમાર ધનજીભાઈ ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી છે. તેમજ બે આરોપીઓ ભાગી છુટ્યા હતા. આરોપીઓ રાજસ્થાનથી ગુજરાત તરફ ખાનગી કારમાં 34 દારૂની પેટી લઈને આવતા હતા. જેની બાતમી આધારે ચિઠોડા પોલીસે કાર્યવાહી કરી હતી.

આરોપી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે

જયેશ ભાવસાર અમદાવાદ અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ હતા. આરોપી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ તેમજ ડ્રગ્સ પકડાવાના અનેક બનાવ બની રહ્યા છે. અને હવે તો પોલીસ જ દારૂની હેરાફેરીમાં સાથ આપે છે. થોડા સમય પહેલા જ ભચાઉમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી. બાદમાં તે પોલીસને થાપ આપીને ભાગી હતી. જો કે તાજેતરમાં પોલીસે તેને ઝડપી લીધી હતી.

  • Follow us on: