- આવતીકાલે સવારે 10 વાગે થશે બેઠકની શરૂઆત
- અલગ અલગ 5 સેશનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે
આજથી બોટાદના સાળંગપુરમાં 2 દિવસ ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક મળશે. આ કારોબારી બેઠકની અધ્યક્ષતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરશે. બેઠકમાં કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને અલગ અલગ 5 સેશનમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે.
સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર રહેશે
આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને આવતીકાલે સવારે 10 વાગ્યે બેઠકની શરૂઆત બોટાદના સાળંગપુરમાં થશે. જેમાં સંગઠનના મહામંત્રી રત્નાકર હાજર રહેશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. આ 2 દિવસીય બેઠકમાં 5 સેશનમાં કાર્યકર્તાઓ માર્ગદર્શન આપવામાં આવશે સાથે જ બેઠકમાં કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર રચવા માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ થશે.
લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 25 સીટ મેળવી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપે ગુજરાતમાં પ્રચંડ બહુમતી મેળવી અને ભગવો લહેરાવ્યો છે. રાજ્યમાં 26માંથી 25 સીટ પર ભાજપની જીત થઈ હતી, એક માત્ર બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ત્યારે ભાજપની આ કારોબારી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઈ શકે છે.