ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુકુળ રોડ પર આવેલ સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છત્તીસગઢના રાજનાંદગાંવમાં 2 એપ્રિલના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા ચરણદાસ મહંતની મુશ્કેલીઓ વધી છે. ગત અઠવાડિયાની શરુઆતમાં પીએમ વિરુદ્ધ કથિત ટિપ્પણીને કારણે કોંગ્રેસ નેતા વિરુદ્ધ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.વાંચો દેશ-વિદેશનાં મહત્વનાં સમાચાર....
બોટાદ, ભરૂચ અને બનાસકાંઠામાં રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ ભરાયો રોષે
રાજયમાં વિવિધ જગ્યાઓએ ક્ષત્રિય સમાજમાં પરષોત્તમ રૂપાલાને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક રેલીના રૂપમાં, ક્યાંક કાર્યક્રમોમાં વિરોધના રૂપમાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. હાલમાં બોટાદના ગઢડામાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ગીરાસદાર રાજપૂત સમાજે રેલી યોજી છે. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું છે. ગઢડાના ક્ષત્રિય ગીરાસદાર રાજપુત સમાજે બસસ્ટેન્ડ રોડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. ગઢાળી, ચિરોડા, વનાળી, બોડકી, અલમપર,ઈશ્વરીયા, નિગાળા સહિતના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો રેલીમાં જોડાયા હતા. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ઉમેદવારી રદ્દ થાય તેવી ગઢડા ક્ષત્રિય સમાજે માંગ કરી હતી.
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુકુળ રોડ પર આવેલ સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગાંધીનગર ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ કરી હતી,ત્યારે 19 એપ્રિલના રોજ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે,સાથે સાથે આગળના દિવસે એક સભા પણ કરશે.
દ્વારકાઃ વિરોધ વચ્ચે સી.આર.પાટીલની વિકાસની રાજનીતિ
દ્વારકામાં આજે સી.આર.પાટીલે એક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તેઓએ વિકાસની રાજનીતિને મહત્ત્વ આપ્યું હતું અને સાથે જ પીએમ મોદીએ કરેલા કામોને પણ ગણાવ્યા હતા. તો જાણો આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે શું કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ નેતા વિરુદ્ધ FIR નોંધાઈ
છત્તીસગઢના રાજનાંદગાંવમાં 2 એપ્રિલના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા ચરણદાસ મહંતની મુશ્કેલીઓ વધી છે. ગત અઠવાડિયાની શરુઆતમાં પીએમ વિરુદ્ધ કથિત ટિપ્પણીને કારણે કોંગ્રેસ નેતા વિરુદ્ધ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
એક રાષ્ટ્ર, એક ચૂંટણી દેશને મજબૂત કરશે: રક્ષામંત્રી રાજનાથ સિંહ
એક રાષ્ટ્ર, એક ચૂંટણી' દેશને મજબૂત કરશે. જનતા તેમના મતનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. હોર્સ ટ્રેડિંગ બંધ કરવાનો આ પણ એક ઉપાય છે. દેશમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' હોવી જોઈએ. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ રાજ્યના વિવિધ લોકસભા મતવિસ્તારોના પ્રવાસે જશે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શનિવારે સિંગરૌલી અને સિધી અને 11 એપ્રિલે રીવા અને સતનાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ છિંદવાડામાં, લોકસભા ચૂંટણીના રાજ્ય પ્રભારી ડૉ. મહેન્દ્ર સિંહ સિદ્ધિ, લોકસભા ચૂંટણીના રાજ્ય સહ-પ્રભારી સતીશ ઉપાધ્યાય જબલપુરમાં રહેશે.
શક્તિનો નાશ કરનારાઓના હાલ બેહાલ થયા પુરાણોમાં ઉલ્લેખ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી માટે યુપીથી રાજસ્થાન સુધી જોરદાર રેલીઓ કરી રહ્યા છે. મેરઠ બાદ આજે PM મોદી સહારનપુરથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકી રહ્યા છે. PM મોદી પશ્ચિમ યુપીથી જ સમગ્ર દેશમાં રાજકીય તાપમાન વધારશે. પીએમની રેલીમાં સીએમ યોગી અને આરએલડી ચીફ જયંત ચૌધરી પણ હાજર છે. સહારનપુર લોકસભા બેઠક ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલી છે.
કેનેડાના આરોપો ભારતે ફગાવી ટ્રુડો વહીવટી તંત્રને દખલગીરી ન કરવા જણાવ્યું
કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS (કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ) દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મળતી માહિતી મુજબ, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે અને ઓટાવા પર દંભનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મુખ્ય મુદ્દો ભૂતકાળમાં નવી દિલ્હીના મામલામાં ઓટાવાની દખલગીરીનો છે.
IPL 2024: અભિષેક શર્મા ઓરેન્જ કેપની નજીક, પર્પલ કેપ મોહિત શર્માના કબ્જામાં
IPLની દરેક સિઝનમાં ટીમો વચ્ચે ટ્રોફી માટે અને ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ અને પર્પલ કેપ મેળવવાની રેસ હોય છે. કોઈપણ ટીમ ટ્રોફી જીતે છે જ્યારે મેદાન પરના તમામ 11 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરે છે. પરંતુ, સૌથી વધુ રન બનાવવા અને વિકેટ લેનાર ખેલાડીને ઓરેન્જ અને પર્પલ કેપ આપવામાં આવે છે. ઓરેન્જ કેપ બેટ્સમેનોનો તાજ છે અને જાંબલી કેપ બોલરોનો તાજ છે. તો ચાલો જાણીએ IPL 2024માં હાલમાં કયા ખેલાડીઓ તાજ માટે લડી રહ્યા છે.
શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂતની ગંદી આદતોનો કર્યો ખુલાસો,તમે સાંભળીને ચોંકી જશો
બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હાલમાં OTT પ્લેટફોર્મ પર પ્રભુત્વ જમાવી રહ્યો છે. તેમની સુપરહિટ ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' થિયેટર પછી હવે OTT પર રિલીઝ થઈ છે. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.
દાળના ભાવમાં આવી તેજી, સરકાર વેપારીઓ પર પ્રતિબંધ મૂકી શકે છે
મોંઘવારીના માર વચ્ચે દાળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં દાળના ભાવમાં આવેલી તેજીએ સરકારને એલર્ટ કરી દીધી છે અને હવે સરકાર દાળના વેપારીઓ પર પ્રતિબંધ લગાવવાની કવાયત હાથ ધરશે.










