બોટાદમાં જુગારીયાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. ભીમ અગિયારસના પર્વ નિમિત્તે જિલ્લામાં થતી જુગારની પ્રવૃત્તિઓ ડામવા પોલીસ એક્શનમાં આવી હતી. સમગ્ર જિલ્લામાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને જુગારની બાતમીને આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે જિલ્લામાં એક જ દિવસમાં 228 જુગારીયાઓને પકડી પાડ્યા હતાં. તેમની પાસેથી 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.


જુગાર રમતા 228 જુગારીયાઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ભીમ અગિયારસના દિવસે જિલ્લામાં થતી જુગારની પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવવા પોલીસ સક્રિય થઈ ગઈ હતી. એક જ દિવસમાં જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર રેડ કરીને પોલીસે જુગાર રમતા 228 જુગારીયાઓને પકડી પાડ્યા હતાં. પોલીસના સપાટાથી જુગારીયાઓમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

સાત પોલીસ સ્ટેશનમાં જુગારના 47 કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં પોલીસે સાત પોલીસ સ્ટેશનમાં જુગારના 47 કેસ નોંધી 228 જુગારીયાઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોટાદ ટાઉન, બોટાદ રૂરલ, ઢસા, ગઢડા, પાળીયાદ, રાણપુર અને બરવાળા સહિતના તમામ પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાંથી જુગારી ઝડપી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય જુગાર સાહિત્ય સહિત કુલ 461067 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

  • Follow us on: