બોટાદ શહેરના મોટીવાડી, અંબિકા ઈલેક્ટ્રીક પાછળ, પાળીયાદ રોડ પર આવેલી સર્વોદયનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટીએ રહેણાંકના હેતુ માટે સોસાયટીના સભાસદોને મકાન બનાવવા પ્લોટની ફાળવણી કરવાનું કામકાજ કરે છે. આ સોસાયટીમાં ધીરજલાલ અમરશીભાઈ ચુડાસમા પ્લોટ નં-13ની જમીન ધારણ કરે છે અને હાલ આ પ્લોટ નં-13 પૈકી ની જમીન સોસાયટીની પરવાનગી વગર તેમજ સોસાયટીનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા વગર અન્ય વ્યક્તિના નામ જોગ ટ્રાન્સફર કરેલ છે.
કોમર્શિયલ દુકાનો બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું
આ અંગેની નોંધ સોસાયટીમાં કરાવેલી નથી. ધીરજલાલ ચુડાસમાના નામ જોગ નોંધાયેલા પ્લોટમાં તેઓ તથા તેઓએ જેને પ્લોટ ટ્રાન્સફર કરેલો છે, તે વ્યક્તિ દ્વારા કોમર્શિયલ દુકાનો બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવેલું છે, તેઓ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ આ સોસાયટીના રહીશોમાં રોષની લાગણી જન્મી છે અને સોસાયટીના રહીશો એકઠા થઈ આ સર્વોદય સોસાયટી રેસીડેન્સ એરિયા છે, જેમાં કોમર્શિયલ બાંધકામ ચાલુ છે તે બાંધકામ બંધ કરાવવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.
નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી
રેસીડેન્સ એરિયામાં બાંધકામ બાબતે એન.ઓ.સી ના આપવા બાબતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા અને નગર પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન સાથે વાત કરેલી હોવાનું રહીશોએ જણાવ્યું હતું અને આ કામ બંધ કરાવવામાં નહીં આવે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે, શહેર પ્રમુખની રહેશે તેવી રજૂઆત પણ કરવામાં આવેલી છે. આ ઉપરોક્ત બનાવ અંગે ઉપર મુજબની વિગતે અગાઉ સર્વોદય નગર કો. ઓપ. હાઉસીંગ સોસાયટીના પ્રમુખ અનિલ કુમાર શાંતિલાલ સોની દ્વારા ધીરજલાલ અમરશીભાઈ ચુડાસમાને વકીલ દ્વારા એક લેખિત નોટિસ પણ પાઠવવામાં આવેલી હતી.