બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશ દ્વારા રત્ન કલાકારો માટે કરી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશ દ્વારા રત્નકલાકારોને પરીચય કાર્ડ આપશે. રત્નકલાકારોને 35 હજારની વીમા પોલીસી પણ ફ્રીમાં આપશે.


સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે, સુરતમાં લગભગ 3500 જેટલાં યુનિટો છે જેમાં આઠ લાખ રત્નકલાકારો કામ કરે છે. હીરાની 15 મોટી કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડો રૂપિયામાં છે. 5 હજાર હીરા દલાલો અને 8 હજાર જેટલા વેપારીઓ પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે,આ આંકડો એક અંદાજિત આંકડો છે વધારે પણ હોઈ શકે,તમારી સામે જ સમયાંતરે રત્નકલાકાર નો આપઘાત ના સમાચાર આવતા હોઈ છે, આર્થિક પરિસ્થિતિ અથવા ઘરેલુ કંકાસનું કારણ પોલીસ ચોપડે નોંધતી હોઈ છે. તેવામાં બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશને નવી પહેલ કરી છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશ રત્ન કલાકારોને પરીચય કાર્ડ આપશે.

બોટાદ જિલ્લા ડાયમંડ એસો. પ્રમુખ શંકરભાઈ ધોળુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશ દ્વારા રત્ન કલાકારો માટે કરી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી રહી છે.  બોટાદ જિલ્લા ડાયમંડ એસોશીયન દ્વારા રત્ન કલાકારોને પરીચય કાર્ડ આપશે. આ કાર્ડ ધારકો રત્ન કલાકારોને ડાયમંડ એસો. તરફથી 35 હજાર રૂપિયાની વીમા પોલિસી વિનામૂલ્યે આપવામાં આવશે.

બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશ અને સરકાર તરફથી મળતી તમામ સહાય સીધી રત્ન કલાકારોના બેંક એકાઉન્ટમાં જમા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશને જિલ્લામાં કુલ 70 હજાર કાર્ડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓળખપત્રો બનાવવા પાછળ થનાર અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ ડાયમંડ એસોસિએશન ઉઠાવશે.


  • Follow us on: