ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 93.07 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહમાં 97.05 ટકા સાથે બોટાદ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે અને 92.01 ટકા સાથે વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે.
બોટાદ જિલ્લામાં કુલ 4512 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી













