સરકારી નોકરી ધરાવતા લોકો ઘણીવાર પોતાની ફરજ પર ગેરહાજર હોવાનું ઘણીવાર સામે આવે છે. સરકારી બાબુઓ પગાર તો લે છે. પરંતુ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર હોવાનું ઘણીવાર સામે આવ્યું છે.લોકો કલાકો સુધી રાહ જોવડાવનારા સરકારી અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાનું ઘણીવાર સામે આવે છે, તો બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને રાણપુર હેલ્થ ઓફિસની ઓચિંતી તપાસ કરી હતી.


ચેરમેને કરી ઓચિંતી તપાસ

આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ રાણપુર હેલ્થ ઓફિસની તપાસ કરી હતી. જેમાં આરોગ્ય ચેરમેને કેટલા કર્મચારીઓ હાજર અને ગેરહાજરને લઈ તપાસ હાથ ધરી હતી. જેથી ઓચિંતી તપાસ દરમિયાન THO સહિત 2 કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું.રાણપુર THO ઝાજરુકિયા અને TPAS કાલીયા બંને અધિકારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. જે અંગે આરોગ્ય સમિતિના ચેરમેને આ બેદરકાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી

આરોગ્ય સમિતિના ચેરમેને રાણપુર હેલ્થ ઓફિસની ઓચિંતી તપાસ કરી હતી. જેમાં THO સહિત 2 કર્મચારીઓ ગેરહાજર હતાં. તો આરોગ્ય ચેરમેને બંને ગેરહાજર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાને લઈ DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીને રીપોર્ટ કર્યો હતો.તો આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ જણાવ્યું કે, અન્ય તાલુકા હેલ્થ ઓફિસની પણ ઓચિંતી તપાસ કરવામાં આવશે.ગેરહાજર અને બેદરકાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે.


  • Follow us on: