રાજ્યમાં હત્યાના બનાવો ખૂબ જ વધી ગયા હોવાથી ક્રાઈમ રેટ ખૂબ જ વધી ગયો છે. દેશ અને રાજ્યમાં ડગલેને પગલે હત્યાના બનાવો અવારનવાર સામે આવતા રહે છે.ક્યાંક પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા, અંગત અદાવત, કે પ્રેમ પ્રકરણમાં હત્યાના બનાવો બનતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં હત્યાનો બનાવ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ગણપતિ ફાટક વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રેમી અમન રાઠોડ તેની પ્રેમિકા પાયલ સોલંકીના ઘરે છરી લઈને પહોંચી ગયો હતો. જે બાદ તેણે તકરાર કરીને તેની પ્રેમિકા પર છરીથી હુમલો કરીને આડેધડ ઘા ઝીંકી દીધા હતા.જેથી પ્રેમિકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આરોપી વિરુદ્ધ ગુનો
પ્રેમિકાની હત્યા મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પ્રેમી અમન રાઠોડ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા એ પણ સામે આવ્યું હતું કે, અગાઉ પણ બંને પ્રેમી પંખીડાઓ ઘરેથી ભાગી ગયા હતા. હવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. અગાઉ પણ સુરેન્દ્રનગરમાં હત્યાના ઘણા બનાવો સામે આવેલા છે. જેમાં પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી હોય. પતિએ તેની પત્નીની હત્યા કરી હોય. જેમાં આરોપીઓને પોલીસે ઝડપી લઈને જેલહવાલે કર્યા છે.