- ભૂજના નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ
- નિલેશ પાકિસ્તાનની હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો
- માહિતીના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવ્યા
હાલમાં ગુજરાત ATS દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં લોકો સામે લાલ આંખ રાખવામાં આવી રહી છે. આ વચ્ચે કચ્છમાંથી ગુજરાત ATS એ ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. જેના પર આરોપ છે કે તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATS દ્વારા ભૂજના નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. જે પાકિસ્તાનના હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો હતો. તેમજ નિલેશ કચ્છ BSF યુનિટમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. અને પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો.













