થોડા દિવસ અગાઉ ગુજરાત ATSની ટીમે પોરબંદર રેલ્વે સ્ટેશનથી શ્રીનગરના 4 આતંકીઓને ઝડપી લીધા હતા અને અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે બિલ્ડિંગ ધરાશાયીની ઘટના બની છે સહિતના મહત્વના સમાચાર 

થોડા દિવસ અગાઉ ગુજરાત ATSની ટીમે પોરબંદર રેલ્વે સ્ટેશનથી શ્રીનગરના 4 આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો દરિયાઈ માર્ગેથી ઈરાન થઇ અફઘાનિસ્તાન જવાની વેતરણમાં હતા. પરંતુ તેઓ અફઘાનિસ્તાન પહોંચે તે પહેલા જ પોરબંદરથી ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં તમામને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે બિલ્ડિંગ ધરાશાયીની ઘટના બની છે. ઘટનામાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા હતા. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન છે. ત્યારે મહીસાગરમાં એક વરરાજા વરસાદમાં વિવાહ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ લોકો વરસાદના કારણે મુશ્કેલીમાં આવી રહ્યા છે ઠેર-ઠેર ઝાડ પડવાની ઘટના બની રહી છે ત્યારે વરરાજાએ વરસાદ વચ્ચે લગ્નના સાત ફેરાં લીધા છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ઓપરેશન પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી રહી છે. જેનું નામ છે 'ધ ઈવેક્યુએશનઃ ઓપરેશન ગંગા' છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે 14 અને 15 જૂનના રોજ માફિયા અતીક અહેમદના સહયોગીઓના મકાનો પર તેના દરોડામાં માટે સામાન વિશે ખુલાસો કર્યો હતો. EDએ પહેલા માહિતી આપી હતી કે દેશના ત્રણ શહેરોમાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને પોતાના નજીકના સાથી ચીન પાસેથી એક અબજ ડોલર મળ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોન સહાય મેળવવા અંગે અનિશ્ચિતતા વચ્ચે ખૂબ જ ઓછા વિદેશી અનામત સાથે સંઘર્ષ કરી રહેલા દેશને આ મદદથી ઘણી રાહત મળશે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનએ શુક્રવારે રાત્રે તેના વિશે કોઈ અન્ય વિગતો શેર કર્યા વિના ચીન પાસેથી રકમની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી.

છેતરપિંડીના કેસમાં અભિનેત્રી અમીષા પટેલ રાંચીની કોર્ટમાં હાજર થઈ હતી. રાહતની વાત એ છે કે અભિનેત્રીને હાલ માટે જામીન મળી ગયા છે. જો કે કોર્ટે તેને 21 જૂને ફરીથી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. 'કહો ના પ્યાર હૈ' અને 'ગદર' ફિલ્મોમાં પોતાની દમદાર અભિનય કુશળતા સાબિત કરનાર અભિનેત્રી અમીષા પટેલ છેતરપિંડીનો સામનો કરી રહી છે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી સંજીદા શેખને કોઈ પરિચયની જરૂર નથી. સિરિયલો સિવાય સંજીદા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તે ટૂંક સમયમાં મોટા સ્ટાર્સ સાથે અને સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટમાં જોવા મળશે. એટલું જ નહીં, સંજીદા શેખ પોતાની અંગત જિંદગીને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ વખતે તે ટ્રોલિંગના કારણે ચર્ચામાં છે.

તમામ ક્રિકેટપ્રેમીઓ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના સત્તાવાર કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપને લઈને બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેના વિવાદના સમાધાન બાદ બધાને આશા હતી કે હવે વર્લ્ડ કપને લઈને પણ બધુ સ્પષ્ટ થઈ જશે. પરંતુ હવે પીસીબી પ્રમુખ નજમ સેઠીએ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે.

  • Follow us on: