• કાર ચાલક બેઝમેન્ટના પાર્કિંગમાં બાળકીને અડફેટે લઈ ફરાર
  • પોલીસે ગંભીર ગુનામાં માત્ર સામાન્ય કલમનો ઉમેરો કર્યો
  • ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી હતી

સુરતમાં એક ગંભીર ઘટના બની હતી,જેમાં પાલ વિસ્તારમાં આવેલ ટાયટેનિયમ બિલ્ડીંગના બેઝમેન્ટમાં કાર ચાલકે બાળકીને અડફેટે લેતા બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી છે.બાળકી જયારે પાર્કિંગમાં રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી,બીજી તરફ પાલ પોલીસે હળવી કલમો સાથે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

બાળકીને કયા પહોચી ઈજા

બાળકી પાર્કિગમાં રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી,ઘટના બાદ બાળકીને તરત સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,તો માથાના પાછળના ભાગે ફેક્ચર અને છાતીના ભાગે પણ ઈજા પહોંચી હતી.આટલી ગંભીર બેદરકારની વચ્ચે પાલ પોલીસે આરોપી ગીરીશ માનિયા સામે હળવી કલમનો ગુનો નોંધ્યો હતો.બાળકીને સારવાર હેઠળ ડોકટરના નિરીક્ષણ હેઠળ રાખવમાં આવી છે.


અમદાવાદમાં હીટ એન્ડ રનમાં મોત

સિંધુ ભવન રોડ પર આજે સવારના સમયે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું છે.કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા આ ઘટના બની હતી,તો બીજી તરફ ગુજરાત પોલીસ આવા કાર ચાલકો સામે કડકથી પગલા ભરે તે જરૂરી બન્યું છે.

 

  • Follow us on: