- અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર
- ગાંભોઈથી કરણપુર ગામ વચ્ચે રાહદારીનું મોત
- ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
સાબરકાંઠામાં હિટ એન્ડ રનમાં 1નું મોત થયુ છે. જેમાં અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો છે. નેશનલ હાઇવે 8 પર વાહન ચાલકો બેફામ બન્યા છે. ત્યારે ગાંભોઈથી કરણપુર ગામ વચ્ચે રાહદારીનું મોત થયુ છે. તેમાં ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના નેશનલ હાઇવે 8 પર અકસ્માત થયો
સાબરકાંઠાના નેશનલ હાઇવે 8 પર અકસ્માત થયો છે. તેમાં ગાંભોઈથી કરણપુર ગામ વચ્ચે રાહતદારીને વાહન ચાલકે અડફેટે લીધા છે. રાત્રિ દરમિયાન હાઇવે પર ચાલીને જતા પુરુષને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો છે. અજાણ્યા વાહને અડફેટે લેતાં અજાણ્યા પુરુષનું ઘટના સ્થળે મોત થયુ છે. તેથી ગાંભોઈ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તથા વાહન ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
અગાઉ રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્રના કરૂણ મોત થયા હતા. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પિતા-પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાયા પછી સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટોળીને વિખેર્યા હતા. પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.