• અજાણ્યા વાહન ચાલકે રાહદારીને 60 મીટર ઢસેડ્યો
  • આસપાસમાં ફોટા મોકલી મૃતકની ઓળખનો પ્રયાસ
  • સલવાવ હાઇવે ઉપર સુરતથી મુંબઇ રોડ ઉપરની ઘટના

વાપીના સલવાવ પાસે વાહન ચાલકે રાહદારીને ઢસડ્યો છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીને 60 મીટર ઢસેડ્યો છે. તેમાં મૃતક મહિલા કે પુરુષ તે પણ ખ્યાલ ન આવે તેવી હાલત કરી છે. આસપાસમાં ફોટા મોકલી મૃતકની ઓળખનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસે આજુબાજુના CCTV ચકાસણી કરી તપાસ હાથ ધરી

સલવાવ હાઇવે ઉપર સુરતથી મુંબઇ રોડ ઉપરની આ ઘટના છે. જેમાં પોલીસે આજુબાજુના CCTV ચકાસણી કરી તપાસ હાથ ધરી છે. જેમાં વલસાડ જિલ્લાના વાપીના સલવાવ હાઇવે પરની આ ગોઝારી ઘટના બની છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા રાહદારીને અડફેટે લઈ 60 મીટર સુધી લાશને ઠસળી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. હિટ એન્ડ રનની ઘટના બનતા મૃતક પરથી અનેક વાહનો પસાર થયા છે.

સુરતથી મુંબઇ તરફ જતા રોડ ઉપર આ ઘટના બની

હિટ એન્ડ રનની ઘટનામાં મૃતક પુરુષ છે કે મહિલા તે પણ કોઈને ખ્યાલ ન આવે તેવી હાલતમાં લાશ મળી છે. જેમાં હિટ એન્ડ રનની ઘટના સ્થળની આજુબાજુના ખાનગી CCTV ચેક કરી ઘટના ક્રમ પોલીસે જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. સલવાવ અને આજુબાજુના સ્થાનિક લોકોને લાશના ફોટા મોકલાવી લાશની ઓળખ કરવાનો ડુંગરા પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે. સલવાવ હાઇવે ઉપર સુરતથી મુંબઇ તરફ જતા રોડ ઉપર આ ઘટના બની છે.


  • Follow us on: