રાજકોટ બગોદરા હાઈવે પર મોંઘીદાટ કારનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકનું મોત થયું અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મીઠાપુર ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. BMW કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ અને સીધી જ વીજપોલ પાસે જઈને ટકરાઈ હતી. જેના કારણે કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.


ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા

તમને જણાવી દઈએ કે દ્વારકાથી દર્શન કરીને ઘરે પરત આવી રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ છે. ત્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે બગોદરા CHC ખાતે સારવાર માટે ખસેડાયા છે. બગોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પણ હાલમાં પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

છોટાઉદેપુરના બોડેલીમાં રીક્ષા અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3ના મોત

ગઈકાલે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત સર્જાયો હતો. છોટાઉદેપુરમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ગમખ્વાર અકસ્મત સર્જાયો હતો, ઓરા કાર અને રક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓરા કારમાં 3 લોકો સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન એક રીક્ષા સાથે ભયાનક રીતે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ઓરા કારમાં સવાર 3 સરકારી કર્મીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો રીક્ષામાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

 

  • Follow us on: