જાહેર માર્ગો પર ચીલઝડપ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે.જેમાં ગળામાં પહેરેલા લોકોને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચરો બાઈક પર આવીને સોનાની ચેઈને ખેંચીને નાસી જાય છે. તેવામાં આવા તત્ત્વો ખૂબ જ બેફામ બની ગયા છે. ચેઈન સ્નેચરો ઘરડા લોકોને ટાર્ગેટ કરતા હોય છે. જેમાં તેમને પકડાવવાનો ચાન્સ ઓછો રહે છે.ત્યારે થરાદમાંથી આવીજ એક ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. જેમાં થરાદ બસ સ્ટેન્ડમાં બેસવા જતા મહિલાના ગળામાંથી ચેઈન ઝૂંટવીને ગઠિયો નાસી ગયો હતો.
થરાદ બસ સ્ટેન્ડમાં બન્યો બનાવ
સૂત્રો પાસેથી મળતી થરાદ બસ સ્ટેન્ડમાં ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી.જેમાં એક મહિલા મુસાફરને બસની રાહ જોઈ રહી હતી.તેવામાં એક ગઠિયાની નજર મહિલાની સોનાની ચેઈન પર પડી હતી. થરાદ બસ સ્ટેન્ડમાં મહિલા જેવી બેસવા ગઈ હતી.ત્યાં સુધીમાં ગઠિયો મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લઈને નાસી ગયો હતો.રશ્મિકાબેન જોશી નામની મહિલા રાધાનેસડાથી પાલનપુર જતી બસમાં બેસવા માટે જતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
બસમાં બેસવા જતી વખતે થયેલી ધક્કામુક્કી દરમિયાન ગઠિયો મહીલાના ગળામાંથી ચેઈન છીનવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તે બાબતે થરાદ બસ સ્ટેશનના ડેપોના અધિકારીઓ અને પોલીસે સીસીટીવી તપાસ કર્યા હતા. જે આધારે આરોપીને ઝડપી લેવા માટે વધુની તપાસ હાથ ધરી છે. ત્યારે હવે સોનાની વસ્તુ પહેરવી હવે સુરક્ષિત રહી નથી. એવા ઘણા બનાવો બન્યા છે. જેમાં ગઠિયાઓ મહિલાઓને લાલચ આપીને, પીણામાં ઘેનની દવા પીવરાવીને તેમની પાસેથી બધુ લૂંટી લેતાં હોય છે. તો તેમની સામે કાર્યવાહ કરવી ખૂબ જ જરૂરી બને છે.