કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજસ્થાન પોલીસે ત્રણ કિલો અફિણના કેસમાં અટકાયત કરી હતી. પોલીસે થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. ઠાકરશી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત ગણવામાં આવે છે.


ઠાકરશી રબારીની એનડીપીએસના ગુનામાં અટકાયત

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજસ્થાન પોલીસે કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની એનડીપીએસના ગુનામાં અટકાયત કરી હતી. પોલીસે ત્રણ કિલો અફિણના કેસમાં તેમની અટકાયત કરી હતી.ઠાકરશી રબારી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની ખૂબ નજીકના નેતા ગણવામાં આવે છે. તેઓ કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન છે.

રબારી સમાજની હોસ્ટેલમાંથી અટકાયત કરાઈ

રાજસ્થાનની પિંડવાડા પોલીસે ત્રણ કિલો અફિણના કેસની તપાસમાં તેમની થરાદ ખાતે આવેલી રબારી સમાજની હોસ્ટેલમાંથી અટકાયત કરી હતી. પોલીસે અટકાયતી પગલાં લીધા બાદ કોંગ્રેસ અને ખેડૂત સંગઠનમાં ભળભળાટ મચી જવા પામ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ખેડૂત સંગઠનોમાં ઠાકરશી રબારીનું મોટુ નામ હોવાથી ચારે બાજુ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

  • Follow us on: