થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન વહીવટી સંકુલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કુલ 187 અધિકારીઓ તથા કર્મચારીઓ માટેનું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે બનાસકાંઠાના ખેડૂતોને ટકોર કરી હતી. ખેડૂતોને ખેતરમાં પાણીનો બગાડ નહીં કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેતરમાં પાણીનો બગાડ થશે તો ખેતર બરબાદ થશે.


ખેતરોમાં પાણીનો બગાડ થશે તો ખેતર બરબાદ થશે

તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનાં થરાદ, વાવ, ભાભર અને સુઇગામ તાલુકાઓમાં અંદાજે 1.3 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર માટે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.થરાદ,વાવ અને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં સો ટકા ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાને પાણી પુરૂ પાડી શકાય એમ છે. ખેતરોમાં પાણી નો બાગડ થાય છે. ખેતરો ભરવાથી 6 થી 7 વર્ષમાં જમીનમાં ખાર આવશે અને ખેડૂતોના ખેતર બરબાદ થશે.

ખેડૂતોને ટપક પદ્ધતિથી સિંચાઇ કરવા કરી અપીલ

તેમણે આ પ્રસંગે ખેડૂતોને ટકોર કરી હતી. નર્મદા કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોને નર્મદા વિભાગને પૈસા આપવા શંકર ચૌધરીએ ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોએ ખેતરમાં પાણીનો બગાડ ના કરવો જોઈએ. ખેતરોમાં પાણીનો બગાડ થશે તો ખેતર બરબાદ થશે.ખેડૂતોને ટપક પદ્ધતિથી સિંચાઇ કરવા અપીલ કરી હતી. ઉનાળામાં બનાસકાંઠામાં પાણીની તીવ્ર તંગી સર્જાય છે. જેથી તેમણે પાણી બચાવવા અપીલ કરી હતી.


  • Follow us on: