અમદાવાદ શહેરમાં હજી પણ આરોપીઓ બેફામ છે અને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યાં છે,ત્યારે ગઈકાલે એટલે કે 13 એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગના બનાવો બન્યા છે,જેમાં એરપોર્ટ રોડ,નિકોલ અને ઓઢવમાં ચેઈન સ્નેચિંગના બનાવો બન્યા હોવાની વાત સામે આવી છે.
ઓઢવ નવરંગ ચાર રસ્તા પાસે ચેઈન સ્નેચિંગ
ઓઢવના નવરંગ ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર જાહેરમાંથી ચેઈન સ્નેચિંગની ઘટના બની છે.જેમાં સાંજના 5 કલાકે ફરિયાદી ઓઢવ નવરંગ સ્કુલની પાસે આવેલ શાક માર્કેટમાં શાકભાજી લેવા ચાલતા ચાલતા જવા નિકળેલા અને તે વખતે સાંજના આશરે સાડા છ વાગ્યે નવરંગ ચાર રસ્તા પાસે પહોંચતા એક એક્ટીવા પર આવેલ એક અજાણ્યો ઈસમ ઉવ-૨પ થી 30 વર્ષના આશરેનો હતો અને આરોપીએ એક્ટીવા એકદમ નજીકમાં રાખી સોનાની ચેઈન આશરે બે તોલા વજનની ઝુંટવીને ફરાર થઈ ગયો હતો.તો પોલીસે પણ ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડયા છે.
નિકોલ કેનેરા બેંક ચાર રસ્તા સહજાનંદ બંગ્લોઝની સામે પાસે ચેઈન સ્નેચિંગ
નિકોલના સહજાનંદ બંગ્લોઝની સામે જાહેર રોડ પર શાકભાજીની લારી પર શાકભાજીની ખરીદી કરત હતા તે વખતે એક બ્લેક કલરની એકટીવા જેવી ટુ વ્હીલર લઈને એક અજાણ્યો ઈસમ ૨૦ થી ૨૨ વર્ષની ઉપરનો જેણે સફેદ કલરનો શર્ટ પહેરેલ હતો જે શરીરે મધ્યમ બાંધાનો હતો જેને મોઢાના ભાગે માસ્ક બાંધેલ હતુ તે અજાણ્યો ઇસમ પોતાની બ્લેક કલરની એકટીવા ટુ વ્હીલર પાછળ થી લઈ આવી ફરીયાદીની નજર ચુકવી કરીના ગળામાં પહેરેલ સોનાની ચેઈન આશરે ત્રણ તોલાની ઝુંટવીને ફરાર થઈ ગયો હતો.
સરદાર નગરમાં વિલિયમ ઝેવીયર્સ સ્કુલની સામેની સામે જાહેર રોડ ઉપર પાસે ચેઈન સ્નેચિંગ
ફરિયાદી બજાજ ચેતક ઇલેકટ્રીક ટુ વ્હિલર નં. GJ 01 VB 2660 ની લઈ ઘરે જતા હતા. દરમિયાન પાછળ એક કાળા કલરની બાઈક લઈને અજાણ્યો વ્યકિતમો.સા. ચાલક એકદમ નજીક લાવી ફરી.એ ગળામા પહેરેલ સોનાનો દોરો વજન આશરે ૫ ગ્રામ વજનનો કિ.રૂ.ર૫૦૦૦/- નો તોડી (આંચકી) લઈ નાસી ગયો હતો.