સુરતના સવા ગામ પાસે કેમિકલ ચોરીનું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયું છે,હોટલના પાર્કીંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,ટેન્કર ચાલકો સાથે મળી આરોપીઓ ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.હોટલના પાર્કિગમાં ટેન્કર લાવી કેમિકલ કાઢવામાં આવતું હોવાની વાત સામે આવી છે.


ગ્રામ્ય એલસીબીએ કેમિકલ ચોરીનું રેકેટ ઝડપ્યું

સુરત ગ્રામ્ય એલસીબીએ હાઈવે પરની હોટલોના પાર્કિગમાથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડયું છે,પોલીસે કેમિકલના 4 ટેન્કર સહીત 2.17 કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે,આ સમગ્ર ઘટનામાં 4 આરોપીઓ ઝડપાયા છે અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત સામે આવી છે,મહત્વનું છે કે આ સમગ્ર કૌંભાડમાં અન્ય વેપારીઓને સસ્તા ભાવે કેમિકલ વેચી જેવામાં આવતું હોવાની પણ વાત સામે આવી છે.પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.

એક મહિના અગાઉ અમદાવાદમાંથી પણ ઝડપાયું કેમિકલ કૌંભાડ

ઓઢવ રીંગ રોડ પર આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે કેમીકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપીને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઇને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમીકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એસએમસીના અઘિકારીઓએ દરોડો પાડયો હતો.

 

  • Follow us on: