ગઢડા(સ્વામીના) શહેરમાં રહેતા અને સતત 32 વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક લોકોના પ્રેરક માર્ગદર્શક ગુરૂ બનનાર અને આજે પણ 86 વર્ષની ઉંમરે પોતાના ચિત્ર કાર્યના લગાવ થકી કાર્યરત દયાળજીભાઈ પટેલ રચિત અનેક ચિત્ર કલાકૃતિઓ થકી અડતાળા રોડ, વિશ્વાસ ગૃપ સોસાયટીમાં પોતાના ઘરને જ કલા મંદિર બનાવી ઘરમાં જ ઉત્કૃષ્ટ "ચિત્રમ્ કલા ભૂવન" આર્ટ ગેલેરી દબદબાભેર ખુલ્લી મુકવામાં આવી હતી.


અસંખ્ય લોકો માટે બનાવ્યું પ્રેરણારૂપ

ગઢડા શહેરની વિશેષતાઓમાં વધારે એક છોગુ ઉમેરતી આર્ટ ગેલેરીના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા તબીબ ડૉ. જી.વી. કળથીયા, ઉષાબેન કળથીયાની વિશેષ ઉપસ્થિતિમાં અનેક ચિત્રકારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા વર્તમાન સમયમાં ચિત્ર ગુરૂ દયાળજીભાઈ પટેલે પોતાની કલાને કોમર્શિયલ નહીં બનાવી અસંખ્ય લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ બિરદાવી વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતા.

સવાયા શિષ્યોને સન્માનિત કરાયા

આ દરમિયાન ગઢડા અને બહારગામ કાર્યરત ચિત્રકારો ફતેહસિંહ વાળા, કિશોરભાઈ દેવાતકા, ચાંપરાજભાઈ ડાંગર, ભરતભાઈ ખવડ, હરેશભાઈ ગજ્જર, પંકજભાઈ સોલંકી, પેઈન્ટર હમરાઝ, વિક્રમભાઈ સોલંકી, પ્રવિણભાઇ શેખ, સુરેશભાઈ પંચાસરા, મીનાબેન (ભાવનગર), ગોપાલસિંહ વાળા, રમેશભાઈ જઠવા, અશ્વિનભાઈ વગેરે દ્વારા દયાળજીભાઈ પટેલનું વિશેષ સન્માન કરતા ગુરૂ અને શિષ્યો ભાવ વિભોર બન્યા હતા. ઉપરાંત દયાળજીભાઈ તરફથી પણ પોતાના સવાયા શિષ્યોને સન્માનિત કરાયા હતા.

  • Follow us on: