રાજ્યમાં અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-12ના વિદ્યાર્થીના મજબૂત મનોબળે પરિવાર સહિત શિક્ષકોને પણ ગર્વની લાગણી થઈ.  અમે વાત કરીએ છીએ ગઢડાના એક વિદ્યાર્થીની. જે પિતાને અંતિમ વિદાય આપ્યા બાદ તરત જ બોર્ડની પરીક્ષા આપવા પંહોચી ગયો હતો. ગઢડામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ જીવનની કઠીન પરીક્ષા આપી છે.


પિતાના અવસાન બાદ પણ આપી પરીક્ષા

ધોરણ-12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના પિતાનું બોર્ડ પરીક્ષા દરમિયાન અવસાન થયું. પિતાના અવસાન બાદ પણ વિદ્યાર્થીએ પોતાનું મકકમ મનોબળ બતાવ્યું. સવારે પિતાની ચિત્તાને અગ્નિદાહ આપ્યો અને તુરંત જ વિઘાથી પરીક્ષા કેન્દ્ર પર પંહોચી ગયો હતો. ગઢડાના ટાવર ચોક વિસ્તારમાં રહેતા મનનના પિતા પરેશભાઈ મકવાણાને હાર્ટ એટેકથી અવસાન થયું છે. માત્ર 53 વર્ષની વયે મનના પિતાને હાર્ટએટેક આવ્યો અને મોત નિપજયું. હાલમાં ગુજરાતમાં ઘોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને 10 માર્ચના રોજ ધોરણ-12નું છેલ્લું પેપર હતું. પિતાના અવસાન છતાં મનન પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ણય લીધો. તેણે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યા બાદ સીધા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપી.

કર્તવ્યનિષ્ઠ પુત્ર અને જવાબદાર વિદ્યાર્થીની આપી સાબિતી

પરિક્ષા આપવા પંહોચેલા મનને કર્તવ્યનિષ્ઠ પુત્ર અને જવાબદાર વિદ્યાર્થી હોવાનું સાબિત કર્યું. આ ઘટના આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મંથનની કર્તવ્યનિષ્ઠા અને મનોબળની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. દુઃખની આ ઘડીમાં પણ તેણે શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. રાજ્યમાં હાલમાં એક જ સપ્તાહની અંદર 3 પોલીસકર્મીના હાર્ટએટેકથી મોત નિપજયા. હાર્ટએટેકનો ખતરો ફરી એક વખત મંડરાવા લાગ્યો છે. લોકોએ પોતાની જીવનશૈલીમાં બદલાવ કરી હાર્ટએટેકના જોખમને દૂર કરવું પડશે. 

  • Follow us on: