જામનગર શહેરમાં હોળીના તહેવારો ઉપર લોકોના આરોગ્યને હાનિકારક ખજૂર,હારડા, પતાસા બજારમાં ન વેચાઈ તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી અધિકારીની ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરેલ હતું. ચેકીંગ દરમ્યાન આ તમામ ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને વડોદરાની લેબોલેટરીમાં મોકલવામાં આવ્યા છે,


વીઓ-1 હોળીના તહેવારોમાં ખજૂર, હારડા,ધાણી, સહિતની ખાદ્યયની ચીજવસ્તુઓની વિશેષ માંગ રહેતી હોય છે. ત્યારે લોકોના આરોગ્યને હાનિકારક કોઈ ખાદ્યય પદાર્થો બજારમાં વેચાઈ અટકાવવા ફૂડ શાખા મેદાનમાં આવ્યું છે. શહેરમાં ખજૂર હારડા, ખજૂર,ધાણીના દુકાનદારોને ત્યાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ સેફટી અધિકારી દશરથ પરમાર સાથે ટીમ દ્રારા ચેકીંગ હાથ ધરેલ હતું. જેમાં હારડા,ખજૂર,ધાણી, પતાસા, ઉપરાતની અખાદ્યય સામગ્રી વહેંચતા વેપારીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરેલ હતું.

તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી અધિકારીની ટીમે ખાદ્યય પદાર્થોના સમ્પ્લો લઈને લેબોરેટરીમાં મોકવાની કાર્યવાહી કરેલ છે. આ સેમ્પલના રિપોર્ટ 14 દિવસ બાદ આવશે જેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ વિભાગ દ્વારા વેપારી પર ફૂડ નિયમ એક્ટની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ હોળી પહેલા જ ફુડ શાખાની ચેકિંગની કાર્યવાહી થી બજારમાં ફફડાટ ફેલાયો હતો.


  • Follow us on: