જામનગરમાં છેતરપિંડી કરનાર બે આરોપીને જામનગર સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. બન્ને આરોપીએ સિનિયર સિટિઝનને શેરબજારમાં રોકાણની લાલચ આપીને ઓનલાઈન ફ્રોડ કર્યો હતો. શેરબજારમાં વધુ નફો મળશે તેવી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. 16થી વધુ આરોપીઓ ફ્રોડમાં સામેલ હોવાની જામનગર સાયબર ક્રાઈમને આશંકા સેવાઇ રહી છે.
જામનગરમાં રૂપિયા એક કરોડ 81 લાખની છેતરપિંડી કરનાર બે આરોપી ઝડપાયા છે. બાદમીના આધારે જામનગર સાઇબર ક્રાઈમ બંને આરોપીને દબોચી લીધા છે. એક સિનિયર સીટીઝન પાસેથી શેરબજારમાં પૈસા રોકવાની લાલચ આપી અને ઓનલાઇન ફ્રોડ કર્યો હતો. ફરિયાદી સિનિયર સીટીઝને પોતાનું ઘર વાઈફના દાગીના વેચીને રોકાણ કર્યું હતું. કોઝવે નામની એપ્લિકેશન મારફતે શેર બજારમાં વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. LCBને 16થી વધુ આરોપીઓ ફ્રોડમાં સામેલ હોવાની આશંકા છે. જામનગર સાયબર પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.













