છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના અથવાલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ગ્રામ પંચાયતના સભ્યએ જ લેખિત રજૂઆત કરી છે.છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના અથવાલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોટાપાયે ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની લેખિત રજૂઆત ગ્રામ પંચાયતના સભ્યએ વિકાસ કમિશ્નરને કરતા ખળભળાટ મચી ગયો છે.


રૂપિયા ઉપાડી લઇને ભ્રસ્ટાચાર કર્યો

ગ્રામ પંચાયતના વોર્ડ નં.1 ના સભ્ય અચ્યુત પટેલ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જૂના આરસીસી રોડના નવો બતાવીને તેમજ પેવર બ્લોક નાખ્યા વિના રૂપિયા ઉપાડી લીધા અંગે અરજી કરી છે.અરજીમાં પંચાયતના સભ્યએ સરપંચ સામે ડસ્ટબિન જૂના સરપંચ દ્વારા ખરીદેલા નવા બતાવીને રૂપિયા ઉપાડી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સરપંચ સામે ખરીદીમાં GST નંબર વહરણ બીલો મૂકીને લકહો રૂપિયા ઉપાડી લઇને ભ્રસ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષથી તપાસની તરકટ

ત્યારે અથવાલી જૂથ ગ્રામ પંચાયતના કાશીપુરા ખાતે આવેલા તડવી ફળીયામાં જૂના સરપંચ દ્વારા બનાવવામાં આવેલ આરસીસી રોડ ઉપર જનવો બનાવીને તેમજ આ રસ્તો ખાનગી જગ્યામાં જમીન માલિકની મંજૂરી વિના બનાવીને તેમજ પેવર બ્લોક નાખ્યા વિના રૂપિયા ઉપાડી લીધાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. હાલ તો વોર્ડના સભ્યની અરજીના અનુસંધાને જીલ્લા પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષથી તપાસની તરકટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઇને જીલ્લા પંચાયત દ્વારા સરપંચને બચાવવા માટેનો કરાઓ રચાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.


  • Follow us on: